વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ખેડૂતની અગાસી ઉપર જીવિત બાળકીને જન્મ આપી ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર ગઈકાલે વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ થતાં મકાન માલિકે પોલીસ અને 108ને જાણ કરી બાળકીને સારવારમાં ખસેડી હતી અને ગંભીર બનાવ મામલે બાળકનો જન્મ છુપાવવા કૃત્ય કરનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.