વાંકાનેર : વાંકાનેરની દીકરીને રાજકોટના સસરિયાઓ દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કરી ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર માવતરના ઘેર રહેતા જલ્પાબેન અશોકભાઈ સોલંકીએ રાજકોટ કોઠારીયા રોડ ઉપર રહેતા પતિ રામભાઈ બાબુભાઇ ભટ્ટી, સસરા બાબુભાઇ ભગવાનજીભાઈ ભટ્ટી, જેઠ અતુલભાઈ બાબુભાઇ ભટ્ટી અને જેઠાણી વર્ષાબેન અતુલભાઈ ભટ્ટી વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી ચારિત્ર્ય ઉપર શંકા કરી મારકુટ કરી બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદ નોંધાવી છે. આ મામલે મોરબી મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જલ્પાબેનની ફરિયાદને આધારે પતિ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323, 504, 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.