મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબી,પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાંકાનેરના માટેલ નજીકની ફેકટરીમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળની એલસીબી, પેરોલ ફ્ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી રોહનકુમાર શત્રુઘ્ન યાદવ (મૂળ બિહારી)ને વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર એસીકોન કંપનીમાં ટ્રક લઈને માલ લોડીંગ કરવા આવ્યો હોવાની બાતમીને આધારે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.