મોરબી : તાજેતરમાં મોરબી ચાઈલ્ડ વેલફેર કમિટી અને ચાઈલ્ડ લાઈન 1098 એ ખોવાયેલા બાળકનું માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું છે. ગત તારીખ 27/10/2022ના રોજ જેતપર રોડ લુક્ઝુરીયા બિઝનેસ પાર્ક, મોરબી પાસેથી મળી આવેલા બાળકના વાલી વારસની માહિતી મળતા તે બાળકના વાલીને સીડબલ્યુસી સમક્ષ રજૂ કરી આ બાળક તેમના માતા-પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું છે. આ કામગીરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન -1098 મોરબીના સ્ટાફે સાથે મળીને કરી છે.