મોરબી : આગામી 8/11/2022 ને મંગળવારે રાત્રે ઘુટુ જુના ગામના ઝાપે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવાશે. શ્રી બહુચર યુવક મંડળ આયોજિત મહાન ઐતિહાસિક નાટક હિંદનો છેલ્લો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ, પેટ પકડીને હસાવે તેવું કોમિક નભલો પભલો, મહાન ધાર્મિક નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમા જાણીતા કલાકારો ભાગ ભજવશે. આ ઐતિહાસિક નાટક તેમજ કોમિક નિહાળવા આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.