ઉમા રેસિડેન્સીના રહીશોએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપી મોરબીઃ મોરબીની ઉમા રેસિડેન્સી-2, દલવાડી સર્કલના રહીશોએ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામરનારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આત્માની શાંતિ માટે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સવેરા ફાઉન્ડેશન દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ મોરબીઃ મોરબીના વી.સી.પરાના સવેરા ફાઉન્ડેશન દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. દરેક સમાજના લોકોએ સાથે મળીને હુસેની ચોકથી બાલા હનુમાન મંદિર સુધી કેન્ડલ માર્ચ યોજી હતી અને અને ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પુલ દુર્ઘટનાના મૃતકોને શોકાંજલિ પાઠવતું સમસ્ત પીપળી ગામ મોરબીઃ સમસ્ત પીપળી ગામ દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકાંજલિ પાઠવવામાં આવી હતી. વાકાનેર હિન્દુ સંગઠનોએ કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વાકાનેર : ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના આત્માને શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિંદુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.હિંદુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજીને મૃતકના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી હતી.