રાહત અને બચાવની કામગીરી કરનાર તમામની કામગીરી બિરદાવી મોરબી : મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દ્વારા પુલ દુર્ઘટનાના તમામ હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને રાહત તેમજ બચાવની કામગીરી સ્થાનિક લોકો તેમજ પોલીસ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી. મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના 135 દિવગંતોને બહોળા જન સમુદાય દ્વારા ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ત્યારે મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ હોનારતના હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ પુલ દુર્ઘટનાના દિવગંતોના આત્માની શાંતિ માટે અલ્લાહ સમક્ષ દુઆ કરી હતી અને સુન્ની મુસ્લિમ સમાજે આ દુર્ગભાગ્યપૂર્ણ ઘટનામાં શોકમગ્ન થઈને તમામ હતભાગીઓની પડખે રહીને આ દુઃખદ ઘટના અંગે ઉડા શોક સાથે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમજ રાહત તેમજ બચાવની કામગીરી સ્થાનિક લોકો તેમજ પોલીસ, હોસ્પિટલો, સરકારની વિવિધ એન્જસીઓ સહિતના તમામની કામગીરી બિરદાવી હતી.