દુર્ઘટનામાં મૃતકોની મોક્ષગતિ માટે ટૂંક સમયમાં જ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાશે મોરબીઃ મોરબીની ગોઝારી દુર્ઘટનાને લઈને પીપળી ગામે યોજાનાર કનકેશ્વરીદેવજીના મુખેથી શ્રીમદ ભાગવત કથા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની મોક્ષગતિ માટે ટૂંક સમયમાં જ શ્રીમદ ભાગવત કથાનું કનકેશ્વરીદેવીજી રસપાન કરાવશે. મહંત જય દેવાનંદ બાપુની યાદીમાં જણાવાયું છે કે, તારીખ 25 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી મોરબી તાલુકાના પીપળી ગામે કેશવાનંદબાપુ ધામ મુકામે મહામંડલેશ્વર મા કનકેશ્વરીદેવીજીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. પરંતુ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પીપળી ગામે યોજાનાર આ કથા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. મૃતકોની ઉત્તર ક્રિયા વગેરે સંપન્ન થાય અને ઉચિત સમય આવ્યે કનકેશ્વરીદેવીજીના મુખેથી મૃતકોને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આગામી સમયમાં આયોજન કરાશે. જેની તારીખ અને સમય સહિતની વિગતોની જાણ કરવામાં આવશે.