મોરબી : મોરબીના વાંકાનેર દરવાજા વિસ્તારમાં લખધીરવાસ ચોક નજીકથી પોલીસે ફારૂકભાઈ તૈયબભાઈ ચણીયા નામના ઇસમને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લીધો હતો. આરોપીએ દારૂની આ બોટલ બ્રિજરાજસિંહ ઉર્ફે સૂરજ કૃષ્ણસિંહ ઝાલા પાસેથી ખરીદી હોવાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાયો છે.