હળવદના અગરિયાઓ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હળવદ : હળવદ તાલુકાના અગરિયા પરિવાર દ્વારા નર્મદા કેનાલનું પાણી રણમાં પહોંચતું હોવાથી મામલતદાર અને ધ્રાંગધ્રા બ્રાન્ચ તેમજ માળીયા બ્રાન્ચના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી.અને વહેલી તકે આ પાણી રણ સુધી પહોંચતું બંધ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. મામલતદાર અને નર્મદા શાખા નહેરના અધિકારીઓ ને કરાયેલ રજુઆતમાં જણાવ્યું હતું કે હળવદ તાલુકના કીડી,જોગડ,માલણીયાદ તથા આજુબાજુના ઘણા ગામના અગરીયા પરીવારો જે કચ્છના નાના રણ પૈકી કીડીના રણમાં ઘણા વર્ષોથી મીઠુ પકવવાનુ કાર્ય કરી પરીવારનુ ગુજરાન ચલાવીએ છે. હાલ કીડીના રણમાં તમામ અગરીયાઓ મીઠાને લગત વિવિધ કામ જેવા કે પારા રીપેરીગ માટે જતા હોઇએ છીએ પરંતુ ધ્રાંગધાં-હળવદ-માળીયા કેનાલનુ વધારાનુ પાણી પેટા કેનાલ કે બકનળા મારફતે કીડીના રણમાં છોડવામાં આવે છે.જેના કારણે મોટા ભાગના મીઠાના પાટાઓમાં કેનાલનુ પાણી ભરાઇ જાય છે સાથો-સાથ રસ્તાઓમાં પણ આ કેનાલનુ પાણી ફરી વળે છે જેના કારણે ૪ કીલો મીટર સુધી કાદવ-કીચડમાં ખુદીને મીઠાના કયારા સુધી માંડ-માંડ પહોંચી શકીએ છીએ જેમા વાહન અંદર જવાની જરાય સંભાવના નથી.આમ હજી ચોમાસાનુ પાણી માંડ-માંડ સુકાઇને મીઠાના કામની શરૂઆત કરતા હોય ત્યારે આ કેનાલનુ પાણી પાછુ કયારામાં ફરી વળતા મીઠાના કામની શરૂઆત થઇ શકતી નથી અને જયાં સુધી આ કેનાલનું પાણી સુકાઇ નહી ત્યાં સુધી મીઠાના પાટાને લગતું કાંઇ કામ થઇ શકેત નહી હોવાથી અગરીયાઓનુ આખુ વર્ષ ફેલ થાઇ તેમ છે. જેથી નર્મદા કેનાલનું પાણી આવતું અટકાવી અગરિયાઓનો આવેલો રોટલો ન જાય તેની તકેદારી રાખવામાં તેવી વિનંતી છે અમો અગરિયા પરિવાર રણમાં મીઠું પકવવા ઉછીના પૈસા લઈ મીઠાના પાટા કરતા હોય છીએ.