જાગૃત મહિલાએ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને રજુઆત કરીને નગરપાલિકાને સુપરસિડ કરવાની સાથે જવાબદાર તમામ સત્તાધીશો સામે કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી : ૩૦ના રોજ રવિવાર ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલ ઝુલતોપુલ તૂટી પડતા ૧૩૫ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ કરૂણાંતિકાના પડધા સમગ્ર વિશ્વમાં પડ્યા છે. સમગ્ર વિશ્વ શોકમગ્ન બન્યુ છે ત્યારે મૃતકોને ન્યાય મળે તેમજ દીવંગત આત્મા ને શાંતિ મળે તે માટે જવાબદાર લોકો સામે તાત્કાલીક પગલા લેવા અનિવાર્ય છે. આથી જાગૃત મહિલાએ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માં મોરબી નગરપાલીકાના સતાધિશો જવાબદાર હોય મોરબી નગરપાલીકને સુપરસીડ કરવાની માંગ કરી છે. મોરબીના જાગૃત મહિલા અલ્પાબેન અજયભાઈ કક્કડએ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલીકાના સતાધીશો સીધા જવાબદાર છે. નગરપાલીકા દ્વારા ઓરેવા કંપનીને ઝુલતા પુલ રીનોવેશન તેમજ સંચાલનની પરવાનગી આપવા માં આવી જે પરવાનગીમાં કાયદાની જોગવાઈઓનુ ઉલંઘન થયુ છે. નગરપાલીકાના જનરલ બોર્ડમાં આ અંગે કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી, માત્ર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર કરાર કરવામાં આવ્યો છે જે કાયદાની વિરૂધ્ધ છે. નગરપાલીકાના રોજકામમાં આ કરાર અંગે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવશે તે બાબતનો ઉલ્લેખ છે. તેમા નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ ચીફઓફીસરની સહી છે પરંતુ તેમના દ્વારા કાયદાની નિયત પ્રક્રિયાનુ પાલન કર્યા વગર જ કરાર કરવામાં આવ્યો છે. તે દ્રષ્ટિએ પાલિકાના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે સાબિત થાય છે. ઝુલતા પુલ રીનોવેશન બાદ પાલીકા પાસે વેરીફીકેશન સર્ટીફિકેટ કે એન.ઓ.સી. લીધા વગર ઓરેવા કંપનીએ લોકો માટે ઝુલતોપુલ ખુલ્લો મુકી દીધેલ છે તેવુ નગરપાલીકાના સતાધિશોનુ કહેવુ છે તેમ છતાં પાલીકા દ્વારા આ બાબતે કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમજ ઝુલતો પુલના લોકો દ્વારા ઉપયોગને અટકાવવામાં આવ્યો નથી જે પાલીકાનાં સતાધીશોની સીધી બેદરકારી સુચવે છે. ઓરેવા કંપનીનાં એમ.ડી. જયસુખભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફોરન્સ યોજી ઝુલતાપુલનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર ગુજરાતના લોકો લને માહિતી હતી કે મોરબીનો ઝુલતોપુલ ખુલ્લો મુકાયો છે પરંતુ પાલીકા નાં સતાધીશો એવુ રટણ રટે છે કે અમને જાણ જ નથી. શું બિનઅધિકૃત ઉપયોગ અટકાવવાની જવાબદારી પાલીકાની નથી? લોકોની સલામતી અને સુરક્ષાની જવાબદારી પાલીકાની નથી? વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલીકા પાલીકાના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરવામાં આવી છે. તો ઝુલતા પુલ અંગે મોરબી નગરપાલીકાના સતાધીશોએ પણ સતાનો દુરઉપયોગ કર્યો છે. કાયદાની કલમોનુ ઉલંઘન કર્યુ છે તેમજ ફરજમાં બેદરકારી દાખવી છે વગેરે બાબત જગજાહેર છે તો મોરબી નગરપાલીકા શા માટે સુપરસીડ ન થઈ શકે? એક જ જીલ્લાની બે નગરપાલીકા માટે શું અલગ અલગ નિયમો છે? વાંકાનેરમાં તો કોઈ દુર્ઘટના પણ ઘટી નથી જ્યારે મોરબી માં ૧૩૫ લોકોના જીવ ગયા છે જેમા નાના બાળકો પણ બહોળી સંખ્યામાં છે. આ દુર્ઘટના બાબતે માત્ર પાલીકાના સતાધીશો જ નહીં પરંતુ ૫૨(બાવન) એ ૫૨(બાવન) કાઉન્સીલર્સ પણ જવાબદાર છે કેમ કે તેમણે પણ પાલીકાના સતાધીશોના સતાના દુરઉપયોગ સામે અવાજ ન ઉઠાવ્યો કે વિરોધ ન દર્શાવ્યો. આથી તાત્કાલીક ધોરણે મોરબી નગરપાલીકાને નિયમ મુજબ નોટીસ પાઠવી સુપરસીડ કરવામાં આવે. તેમજ જવાબદાર સતાધીશો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.