મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ નજીક આવેલી વેન્ટોસા સિરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા લીંબાભાઈ ગોરધનભાઇ ગીણાવા ઉ.40 નામના શ્રમિકે અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.