સામાજિક, સેવાકીય, ધાર્મિક સહિતના વિવિધ સંગઠનો, સોસાયટીઓ, શેરી, મોહલ્લા અને ગામે ગામ ભારે ગમગીની સાથે શોકસભા અને કેન્ડલ માર્ચ સહિતના શ્રધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા રાહત બચાવ કાર્યમાં જોડાયેલી ટીમો અને સ્વયંસેવકોએ મૃતકોને શ્રદ્ધાજલિ પાઠવી મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને રાહત બચાવ કાર્યની વિવિધ ટીમો અને સ્વયંસેવકોએ આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહત બચાવ કાર્ય જ્યાં ચાલી રહ્યું છે ત્યાંજ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં NDRF, SDRF, આર્મી, મોરબી ફાયરની ટીમ, સ્ટેટ ફાયરના ડાયરેક્ટર, બચાવ કામગીરીમાં જોડાયેલા રુચિરભાઈ કારિયા સહિતના સ્થાનિકો, સંજયભાઈ શેઠ સહિતનાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોટાભેલા ગ્રામ જનો દ્વારા કેન્ડલ માર્ચ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી મોટાભેલા ગ્રામ સમસ્ત ગ્રામજનો દ્વારા મોરબીની પુલ દુર્ઘટનાના દિવગતોના આત્માની શાંતિ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી અને પુલ દુર્ઘટનાના તમામ દિવગતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ મૃતકોના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવેલ.. જીવાપર ગામ સમસ્ત મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદ્દગતને શ્રદ્ધાંજલિ આપી મોરબી : જીવાપર ગામ સમસ્ત મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદ્દગતને શ્રદ્ધાંજલિ આપી અને ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ કરે તેવી પ્રાર્થના. મોરબીની ધર્મલાભ સોસાયટી રહીશો દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી મોરબી : મોરબીની ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા ઝુલતા પુલ અકસ્માતમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 5 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મોરબીના લજાઈ ગામે જુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે રામધૂન કરીને શ્રધ્ધાંજલી પાઠવી મોરબી : મોરબી માં જુલતો પુલ તૂટવાથી બનેલી ગોઝારી દુર્ઘનામાં કમ નસીબે મૃત્યુ પામેલ દિવંગત આત્માના કલ્યાણ અર્થે તથા દિવંગત આત્માની શ્રધ્ધાંજલી સ્વરૂપે જોગ આશ્રમ (લજાઈ) મુકામે સમસ્ત લજાઈ ગામ તરફથી સરપદળ વાળા ભુપતમારાજ ની રામધુન નું આયોજન કરી દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી પાઠવી. મૃતકોના આત્માની શાંતિ માટે ચાંદલીયા વાળા મામા દેવ મિત્ર મંડળ દ્વારા શાંતિ મહાયજ્ઞનું આયોજન મોરબી: મોરબીના રામકો વિલેજ સોસાયટીમાં આવેલા હનુમાનજી મહારાજ મંદિર ખાતે ચાંદલીયા વાળા મામા દેવ મિત્ર મંડળ દ્વારા આવતીકાલે મૃતકના આત્માને શાંતિ માટે શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ચાંદલીયા વાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આવતીકાલ તારીખ 3 નવેમ્બર ને ગુરૂવારના રોજ સવારે 7 કલાકે હનુમાનજી મહારાજના મંદિર ખાતે આ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રૂષભ પાર્ક સોસાયટી ખાતે મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી: ન્યુ ચંદ્રેશની બાજુમાં આવેલા રામસેતુ પેલેસના રૂષભ પાર્ક સોસાયટીમાં હાલ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આ ભાગવત કથા દરમિયાન મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રૂષભ પાર્ક સોસાયટીમાં ભાગવત કથા દરમિયાન વક્તા, શ્રોતાઓ અને હર્ષદભાઈ બાલુભાઈ દ્વારા પાંચ મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોરબી ABVP દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ મોરબી : ABVP મોરબી દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનાના દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ઝૂલતા પુલની આ ગોઝારી ઘટનામા મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની શાંતિ માટે કાર્યકર્તાઓએ omvvim કૉલેજની સામેના ગ્રાઉન્ડમા એકત્ર થઇ કેન્ડલ માર્ચ કરી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ સંગઠનોની 4 નવેમ્બરે મૌન રેલી મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં મહામુલા જીવ ગુમાવનાર લોકોના આત્માને શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી શહેર તથા મોરબી ગ્રામ્યના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તાઓ દ્વારા આગામી તારીખ 4 નવેમ્બર ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 4 નવેમ્બરે સાંજે 5 કલાકે આ મૌન રેલી વિશ્વ હિન્દુ પરિષદના મોરબી કાર્યાલય ખાતેથી પ્રસ્થાન થઈ માધવરાયના મંદિર પાસેથી ગ્રીનચોકમાં થઈ જૂની દોશી હાઈસ્કૂલ પાસેથી મચ્છુ માના મંદિર થઈ ઘટના સ્થળ એટલે કે મચ્છુ નદીના ઘાટ ઉપર જ્યાં આ દુર્ઘટના સર્જાય હતી તે સ્થળે પહોંચશે. દુર્ઘટના સ્થળે દીપ જલાવીને તમામ મૃતકના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભજનનું ગાન કરવામાં આવશે. આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા શાંતિ પાઠ પણ કરવામાં આવશે. ત્યારે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજર રહેવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબીની જાહેર જનતા, સામાજિક હિંદુ સંગઠનો, તમામ સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી છે મોરબી સરકારી તાલુકા પુસ્તકાલય દ્વારા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ મોરબી: મોરબીમાં બનેલી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગગતોને મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયના અધિકારી તથા સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયના ગ્રંથપાલ વિમલગીરી ગૌસ્વામી, કર્મચારી જયેશભાઈ દવે, મહાદેવભાઇ ગોહિલ, જયેશભાઈ દવેના પુત્રી વિધિબહેન દવે, તમામ સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ વાચક મિત્રોએ હાજર રહીને મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેઓના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ મોરબી : મોરબી જિલ્લા...