બાજુમાં રેસકયુ કાર્ય કરતા જવાનોએ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડયા મોરબી : મોરબીમાં આજે એક બાજુ હજુ મચ્છુ નદીના ઝૂલતા પુલ દુર્ઘટનાનું રેસક્યુ ઓપરેશન ચાલુ છે. ત્યારે મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માંના મદિર નજીક મચ્છો બારી પાસે સ્કૂલ બસ હડફેટે ત્રણ બાળકો સહિત ચારને ઇજા પોહચી હોવાની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ બાજુમાં રેસકયું કરતા NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે પોહચી તરત જ ઇજાગ્રસ્ત થયેલા બાળકો સહિતના લોકોને હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતમાં અલી, નેકી અને તસ્કિના તેમજ રસીદાબેન સમીરભાઈ મકરાણીને ઇજા પોહચી હતી. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ ચોક્કસ વિગત હજુ મળી નથી. બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાએ પોલીસને જાણ કરી છે.