પુલ તૂટતાં તુરંત ઘટનાસ્થળે પહોંચેલા બી ડિવિઝનના બે પોલીસ કર્મચારીઓએ ડૂબતા લોકોની ચીસો સાંભળી સીધા જ નદીમાં ઉતરી કોઈ સાધન સામગ્રી વગર હાથેથી ખેંચીને એનેક લોકોના જીવ બચાવ્યા મોરબી : મોરબી બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ પોતાની જીવની પરવા કરવા કર્યા ફરજ નિષ્ઠાના પ્રાધાન્ય આપીને ઝૂલતાપુલ તૂટી પડવાની ઘટનામાં સાચા અર્થમાં દેવદૂત બન્યા હતા. જેમાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલા બે પોલીસ કર્મચારીઓએ સ્થાનિક તરવૈયાઓની સાથે નદીમાં જીવ બચાવવા અને ઉપર લટકતા પુલમાં ટીગાતા લોકોની ચીસો સાંભળીને કોઈપણ જાત સાધન વગર મોટી દીવાલ કુદીને સીધા નદીમાં ઉતાર્યા અને અનેક લોકોના જીવ બચાવીને ખાખીનું સન્માન વધાર્યું છે. મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અજયસિંહ ઝાલા અને પ્રદીપસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે રવિવારે પુલ તૂટતાની ખબર પડતાં જ 15 મિનિટમાં પીઆઇ સહિત આખો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે ત્યાં પરિસ્થિતિ કલ્પના બહારની ભયકર હતી. જો કે પીઆઇએ આ પોલીસ કર્મચારીઓએ ઝૂલતાપૂલ પાસે કોર્ડન કરી લોકોને અંદર ન આવે તે માટે ટ્રાફિક કિલિયર કરવા રાખ્યા હતા. પણ પુલની અંદર ઘણા લોકો બાળકો, સ્ત્રીઓ ડુંબતા હોય અને અમુક તૂટલ પુલના હિસ્સામાં ઘણા લોકો ટીંગાઈને મરણચીસો પાડતા હોવાથી ઘડિભર તો ભયાનક ખુવારીના દ્રશ્યો જોઈને હદયમાં કપારી છૂટી ગઈ અને હૈયું અને આંખો ભરાઈ આવી હતી. પણ પછી પોલીસ તરીકેની ફરજ યાદ કરીને તે વખતે નદી આંડે 20 ફૂટ ઊંચે રહેલી દીવાલમાં જવા માટે ન તો સીડી હતી ન તો કોઈ દોરડા કે અન્ય સાધનો હતા. પણ લોકોને બચાવવાની કુદરતે જાણે મહેર કરી હોય એમ મન સ્વસ્થ કરીને આ બન્ને પોલીસ મેનો કોઈજાતના સાધનો વગર 20 ફૂટની દીવાલ કૂદીને નદીમાં ઉતરી ગયા ત્યારે પોતાના જીવનો જરાય વિચાર કર્યો ન હતો. લોકોને બચાવવામાં કદાચ જીવ જાય તો પણ એની પરવા જ ન કરી. બન્ને પોલીસમેનો નદી અંદર ઉતરી પડ્યા બાદ પીઆઇ સહિતનો સ્ટાફ પણ દોરડા સીડીની વ્યવસ્થામાં લાગી ગયો પછી આ બન્ને પોલીસમેનો નદીના ઉડા પાણીમાં તરતા તરત જે જે લોકો તણાતાં હાથ લાગ્યા તને હાથ ઝાલી બહાર ખેંચી નદીમાં બીજા પોલીસ સ્ટાફે સીડી રાખી તેમજ દોરડા લઈને લોકોને નદી બહાર કાઢતા ગયા ઘણા એવા બાળકો હતા કે તેના માતાપિતા ટીગાતા હોય તેઓ પહેલા પોતાના બાળકોને બચાવવાનું કહીને કરગરતા હતા. પોતાનો જીવ જાય તો ભલે જાય પણ બાળકો સલામત રહે એવી એમની સતત ચીસો વચ્ચે અમે પોલીસ સ્ટાફ જે જે લોકો પુલના હિસ્સામાં ટીગાતા હતા. તેને ખેંચીને નદી બહાર કાઢ્યા હતા. આવા અનેક બાળકોનો અમે બન્ને પોલીસમેન અને અમારા સ્ટાફે બચાવી લીધા હતા. એ વખતે હોનારતની ભયાનકતાની અમને ખબર જ ન હતી. બનાવ એટલો મોટો નહિ હોય એમ માનીને અમે ગયા પણ લોકોની મરણચીસો સાંભળીને અમે જીવની પણ પરવા ન કરી અને જેમ જેમ લોકો, બાળકો,સ્ત્રીઓ હાથ લાગતા ગયા એમ બચાવતા ગયા એટલે કેટલા લોકોને બચાવ્યા એ ગણવું શક્ય નથી પણ એટલું જરૂર છે કે એમે જેટલા લોકોને બચાવ્યા એ અમારી માનવતા અને પોલીસ તરીકેનો ફરજનો એક ભાગ હતો.