બીજા પુત્ર સાથે કોર્ટની મુદતની વાતો કરતા હોય ત્રણ પુત્રો અને તેના મિત્રએ વૃદ્ધને છરી, પાઈપના ઘા ઝીકયા મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે પિતા અને પુત્ર કોર્ટ મુદત અંગે વાતો કરતા હતા તે બાબત અન્ય પુત્રોને સારી નહિ લાગતા ત્રણ પુત્રોએ મળી પિતાને લોખંડનો પાઇપ ફટકારી છરીના ઘા ઝીકતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રણછોડભાઇ કુંવરજીભાઇ ઝાપડા, ઉ.65 નામના વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.31ના રોજ તેમના પુત્ર ગોપાલને કોર્ટમાં મુદત હોય તેમની સાથે વાત કરતા હતા જે સારું નહિ લાગતા તેમના જ અન્ય પુત્ર રાજુભાઇ રણછોડભાઇ ઝાપડા, ગણેશભાઇ રણછોડભાઇ ઝાપડા, રામાભાઇ રણછોડભાઇ ઝાપડા અને તેના મિત્ર ફૈઝલભાઇ સમીરભાઈ માજોડા, રહે. લીલાપર ઓડ જુના મુણીધર સામે હુશેનપીરની દરગાહ પાછળ મોરબી વાળાએ હુમલો કરી લોખંડનો પાઇપ ફટકારી છરીના ઘા મારી દીધા હતા. બનાવ અંગે રણછોડભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ત્રણ પુત્રો અને તેના મિત્ર સહિત ચાર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.