મોરબી : ગત તા. 30 ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ તારીખ 2 નવેમ્બરને બુધવારના રોજ સાંજે 7-30 કલાકે રોટરી ક્લબ ઓફ મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે. આજે સાંજે 7-30 કલાકે સિવિલ હોસ્પિટલથી નગર દરવાજા ગ્રીનચોકથી ઝૂલતા પુલ સુધી આ કેન્ડલ માર્ચ યોજાશે. આ કેન્ડલ માર્ચનું આયોજન રોટરી ક્લબ ઓફ મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ, લાયન્સ ક્લબ ઓફ મોરબી- સિટી, લાયન્સ ક્લબ ઓફ મોરબી- મેઈન, લાયન્સ ક્લબ ઓફ મોરબી- નઝરબાગ પ્લસ, ઈનટરેક્ટ ક્લબ ઓફ મોરબી, લીયો ક્લબ ઓફ મોરબી- નઝરબાગ, લીયો ક્લબ ઓફ મોરબી- સિટી, ઈન્ડિયન લાયોનેસ- મોરબી કરાયું છે. આ કેન્ડલ માર્ચમાં જોડાવા સૌને અપીલ કરાઈ છે.