હજુ લાપતા બે વ્યક્તિ ન મળે ત્યાં સુધી નદીમાં તમામ ટિમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો મોરબી : મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં હજુ આજે બુધવારે અગાઉની જેમ જ તમામ ટિમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે ઘટનાસ્થળે જ સાંસદની અધ્યક્ષતામાં તમામ ટિમોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં હજુ નદીમાં બે વ્યક્તિ લાપતા હોવાની આશંકા હોવાથી જ્યાં સુધી આ બન્નેની ભાળ ન મળે ત્યાં સુધી તમામ ટિમો દ્વારા નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં આજે ચોથા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, આર્મી કોસ્ટ ગાર્ડ, સહિતની તમ ટિમો દ્વારા નદોમાં બોટ સાથે સઘન સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. ત્યારે દુર્ઘટના સ્થળે આ રેસ્ક્યુ ઓપરેશન મામલે સાંસદ અને અધિક કલેકટર એન.કે. મૂછારની અધ્યક્ષતામાં સર્ચ ઓપરેશન કરી રહેલી તમામ ટીમોના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં નદીમાં ચાર દિવસથી સર્ચ ઓપરેશન આ તમામ ટિમો દ્વારા ચાલી રહ્યું હોય પણ ગઈકાલથી હાલ હજુ સુધી કોઈ લાપતાની ભાળ મળી ન હોય પરંતુ બે વ્યક્તિ નદીમાં હોવાની આશકા હોવાથી તમામ અધિકારીઓ દ્વારા જ્યાં સુધી આ બન્નેની ભાળ ન મળે ત્યાં સુધી અગાઉની જેમ તમામ ટિમો દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે.