મોરબીઃ મોરબીમાં બે દિવસ પહેલાં બનેલી ગોઝારી ઘટનામાં ઘણી સંસ્થાઓએ તાત્કાલિક યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાંની એક સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા.. ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખડેપગે રહીને સેવા આપી હતી. આ ઉપરાંત મોરબી શાખાના ડોક્ટર સભ્યો તરફથી આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગત કુટુંબીજનોને એક વર્ષ માટે ફ્રી ઓપીડી કન્સલ્ટેશનની સેવા પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવામાં 1) ડો. જયેશભાઈ પનારા , સ્ત્રી રોગ નિષ્ણાત,કલરવ હોસ્પિટલ, 2) ડો. અમીત ગામી, સર્જન, એપલ હોસ્પિટલ, 3) ડો. શૈલેષ પટેલ, આંખના રોગના નિષ્ણાત, એપલ હોસ્પિટલ, 4) ડો. રાકેશ પટેલ, ફીઝીસીયન,એમ.ડી. ,નકલંક હોસ્પિટલ, 5) ડો. ધર્મેશ ભાલોડિયા, સત્યમ હોસ્પિટલ, એમ.ડી., ફીઝીસીયન, 6) ડો. ઉત્સવ દવે ડેન્ટીસ્ટ, એકદંત હોસ્પિટલ, 7) ડો. સુવાગિયા અર્જુન, સ્ત્રી રોગ નિષ્ણાત, વરદાન હોસ્પિટલ, 8) ડો. નયન પટેલ બાળ રોગ નિષ્ણાત, શુભમ બાળકોની હોસ્પિટલ, 9) ડો. અર્પણાબહેન કૈલા, સ્ત્રી રોગ નિષ્ણાત, શુભમ પ્રસૂતિ ગૃહ, 10) ડો. વિરલ લહેરુ,પેથોલોજીસ્ટ, લહેરુ પેથોલોજી લેબોરેટરી દ્વારા 50% માં બધી લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવશે, 11) ડો. દિપક અધારા, ફિઝિશિયન, એમ.ડી. મંગલમ હોસ્પિટલ, 12) ડો. જયેશભાઈ અઘારા, એમ.ડી. એનેસ્થેસિયા અને ક્રિટીટલ કેર મંગલમ્ હોસ્પિટલ જોડાશે.. સાથે જ ભારત વિકાસ પરિષદના મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા અને સચિવ અશ્વિનભાઈ રાઠોડ સહિતના હોદ્દેદારોએ મૃત્યુ પામનારા દરેકના આત્માને પ્રભુ શાંતિ આપે એવી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે છે.