નાથાદ્વારામાં ચાલતી કથા દરમિયાન મોરારબાપુએ દરેક મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ તૂટવાની ઘટનામાં સતાવાર રીતે 134ના મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવી દેનાર દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. ત્યારે જાણીતા પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ મોરબીની દુર્ઘટના અંગે ઊંડો વ્યક્ત કરી દરેક હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી. નાથાદ્વારામાં ચાલતી કથા દરમિયાન મોરારબાપુએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, હાલ નાથાદ્વારામાં તેમની ચાલતી કથા દરમિયાન તેમને મોરબીમાં ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર મળતા ખૂબ જ વ્યથિત થયા છે. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ આક બહુ જ મોટો હોય આ ઘટનાએ સૌ કોઈના કાળજા કપાવી દીધા છે. જેમાં બાળકોનો મોટો લેવાયો તે બાબત ઘણી જ આઘાતજનક છે. આવી આપતિ વખતે બચાવ અને રાહત કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જણાવીને આ સમગ્ર દુર્ઘટના અંગે ઊંડો આઘાત વ્યક્ત કર્યો હતો અને દુર્ઘટનાના દરેક હતભાગીઓના આત્માની શાંતિ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. તેમના હતભાગીઓના પરિવારજનોને પ્રભુ આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી.