મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબી મુલાકાતે આવ્યા છે. અહીં તેઓએ ઝૂલતા પુલના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓએ સિરામિક એસોસિએશનના પ્રમુખો, મીઠા ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ, આઈએએ, અન્ય ઉદ્યોગકારો , આર્મી, નેવી સહિતના જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેઓ પાસેથી વિગતો જાણી હતી. વડાપ્રધાન મોદીએ સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મીઠા ઉદ્યોગના દિલુભા જાડેજા ઉપરાંત આઈએમએના ડો. વિજય ગઢિયા સહિતના સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી.