પરિવાર સાથે ઝુલતા પુલ પર ફરવા ગયા હતા : સાળા-બનેવીના મોતથી પરિવારમાં કલ્પાંત હળવદ : મોરબીની ગોઝારી દુર્ઘટનામાં કેટલાય પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે મૂળ હળવદ તાલુકાના શીરોઈ ગામના અને હાલ મોરબી ખાતે રહેતા વાઘેલા પરિવારના યુવાન દીકરાનું જુલતો પુલ તૂટી પડવાના કારણે મોત નિપજતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. હળવદ તાલુકાના શિરોઈ ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા રાહુલભાઈ મનુભાઈ વાઘેલા ઉ.૨૮ તેમના પત્ની તેમજ તેમના એક વર્ષના બાળક ની સાથે સાથે સુરેન્દ્રનગરના જોરાવરનગર થી આવેલ તેમના શાળા અને તેમના પત્ની સાથે પરિવારજનો ઝુલતા પુલ પર ગયા હતા જોકે બાદમાં બંને મહિલાઓ બાળકને લઈ અધવચ્ચેથી જ પરત ફરી હતી જ્યારે રાહુલભાઈ અને તેમના શાળા આનંદભાઈ મનસુખભાઈ સિંધવ પુલ પર જઈ રહ્યા હતા ત્યારે પુલ તૂટી પડવાના કારણે બંને સાળા-બનેવીના કરુણ મોત નીપજ્યું છે. જ્યારે તેઓની સાથે રહેલ અન્ય પરિવારજનો અધવચ્ચેથી જ પરત ફરતા તેઓનો બચાવ થયો હતો. જોકે વાઘેલા પરિવાર તેમજ સિંધવ પરિવારના બંને યુવાન દીકરાના મૃત્યુના પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.