વકીલો પુલ દુર્ઘટનાના દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે બુધવારે વિશાલ મૌન રેલી કાઢશે મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં આજે મોરબી બાર એસોસિએશનએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય મળી રહે તે માટે હિંમત આપવા તેમની પડખે રહીને આ ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેને કડક સજા મળે તે માટે આરોપીઓનો એકપણ વકીલ કેસ નહિ લડે તેવો નિર્ણય જાહેર કર્યો છે. સાથે સાથે વકીલો પુલ દુર્ઘટનાના દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે બુધવારે વિશાલ મૌન રેલી કાઢશે. મોરબી બાર એસોસિએશનના પ્રમુખ જીતુભા જાડેજા અને સેક્રેટરી જે.ડી.આગેચણિયાએ સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે, મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના કાળજુ કપાવી દેનારી હોય એનેક પરિવારના માળા વિખાયા છે. 135 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આવી દુઃખદ ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હોય મોરબી બાર એસોસિએશન હતભાગીઓના પડખે રહીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને આ વકીલ મંડળ દ્વારા આ ઘટનામાં મૃતકોના પરિવારને સાચો ન્યાય મળી રહે અને એકપણ જવાબદાર એકપણ છટકી ન જાય તે માટે સંવેદના અને માનવતા દાખવીને આ ઘટનાના આરોપીઓનો એકપણ વકીલ કેસ નહિ લડે તેવો તમામ મોરબી વકીલોએ સામુહિક નિર્ણય જાહેર કર્યો છે. સાથેસાથે આવતીકાલે રાજકીય શોક હોવાથી આ વકીલ મંડળ દ્વારા વિશાળ મૌન રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા.2ના રોજ સવારે 11 વાગ્યે મોરબીના તમામ વકીલો મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ એન્ડ સેસન્સ કોર્ટ ખાતેથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઝૂલતાપૂલ સુધી મોંન રેલી કાઢી ભારે હૈયે તમામ દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે તેવું બાર