મોરબી: મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટતા 135 લોકોના મોત થયા છે. ત્યારે આ મૃતકોના પરિવારને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આજરોજ 135 મથી 134 મૃતકોના પરિવારને 4 - 4 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મૃતકોના પરિવારને તુરંત સહાય મળે તે માટે તંત્રને સૂચના આપી હતી. જે અનુસાર ઘટનાના 48 કલાકમાં જ કુલ 135 મૃતકોમાંથી 134 મૃતકોના પરિવારજનોને આજે 4-4 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે એક મૃતક જે કોલકત્તાના વતની છે તેઓને સહાય ચૂકવવાની બાકી છે.