મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબીવાસીઓની ખુમારી અને દરિયાદીલીનો પરચો પણ મળવાનો શરૂ થઈ ગયો છે. અનેક સંસ્થાઓ મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે સિરામિક એસો.એ અનાથ થયેલ બાળકો તથા વિધવા થયેલ બહેનોને સહાય કરવાનું એલાન કર્યું છે. મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ તૂટતા અનેક લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં મોરબીવાસીઓ બચાવ કાર્ય માટે ઉમટી પડ્યા હતા અને સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. વધુમાં અનેક સંસ્થાઓ પણ નિરાધાર થયેલ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે મૃતક પામેલ પરિવારમા કોઈ બાળક તેમના માતા પિતાને ગુમાવેલ હોય તેવા અનાથ બાળકોને તેમજ કોઈ વિઘવા થયેલ બહેનોને મોરબી સિરામિક ઉદ્યોગકારો શિક્ષણ તેમજ જરુરી સહાય કરશે.તેવું જાહેર કરવામાં આવ્યું છે.