મોરબી : મોરબીના ઐતિહાસિક ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. આ તમામ દિવંગતોના આત્માની શાંતિ અર્થે મોરબી જલારામ મંદિર ખાતે આગામી ગુરુવારે શ્રદ્ધાંજલિ સભા યોજાશે. ઝૂલતા પુલની દુર્ઘટનામાં સ્વર્ગસ્થોના આત્માની શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.3/11/2022ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાક દરમ્યાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.