મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં લાપતા પરિવારજનોની જાણકારી આપીને, પરિવારજનોને સહયોગ કરવા અને તંત્રને મદદરૂપ થવા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્વારા અન્ય નંબર ૦૨૮૨૨ ૨૪૩૪૩૫ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પુલ દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારી જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ પર પણ માહિતી આપી શકાય છે. આ નંબર પર માહિતી આપીને સહયોગી બનવા અપીલ કરાઈ છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.