રાહત બચાવ માટે હેલ્પલાઇન નમ્બર જાહેર મોરબી : મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાને પગલે હાલ ગાંધીનગરથી એનડીઆરએફની બે ટીમ મોરબી રવાના કરવામાં આવી છે અને જે લોકો દુર્ઘટનામાં લાપતા બન્યા હોય તેઓની જાણકારી માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. વધુમાં રાહત બચાવ માટે ગાંધીનગરથી બે એનડીઆરએફની ટીમ રવાના થઈ હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે. હાલમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.