હાલ બચાવ કાર્યને પ્રથમ પ્રાધાન્ય આપ્યા બાદ ઘટનાની તટસ્થ તપાસ કરી કસુરવાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો મોરબી : મોરબીમાં સર્જાયેલી ઝૂલતાપૂલની દુર્ઘટનાને અંત્યત દુઃખદ ગણાવીને રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની તમામ ટિમો ખડેપગે રહીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવની ખૂબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે અને ડૂબેલા તમામ લોકોને બચાવી લેવા માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને હોસ્પિટલમાં સઘન સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસની ટિમો કામે લાગી છે. બચાવ કાર્ય દરમિયાન બહાર નીકળતા અસગરસતોને તાકીદે હોસ્પિટલમાં પહોંચાડવા માટે મોરબી જિલ્લા ઉપરાંત અન્ય સૌરાષ્ટ્રની એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે અને રાહત બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટિમો પણ ઝડપથી મોરબી આવી પહોંચશે. હાલ 400થી વધુ સ્ટાફ અને મોટી સંખ્યામાં તરવૈયાની ટિમો પણ બચાવ કાર્યમાં જોડાઈ છે અને હાલ કેટલો મૃત્યુઆંક છે તે કહેવું મુશ્કેલ છે. હોસ્પિટલમાં મૃતદેહો ખસેડયા છે હાલ બચાવ કાર્યમાં પ્રથમ અગ્રતા આપવામાં આવી છે અને આ ઘટનાની બાદ તપાસ બાદ કોઈપણ કસૂરવારને છોડવામાં નહિ આવે અને તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી કરશે તેમ તેમણે જણાવ્યું હતું.