મોરબી : મોરબીમાં સર્જાયેલ ઝૂલતા પૂલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા 170 લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા સતાવાર રીતે જણાવાયું છે. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટરના માધ્યમથી જણાવાયું હતું કે જિલ્લા વહીવટી તંત્ર, રેસ્ક્યુ ટીમ વારા કુલ 170 લોકોને રેસ્ક્યુ કરાયા છે. તે ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર આસપાસના જિલ્લાઓની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. આ ઉપરાંત લોકોનો ખુબજ સારો સાથ સહકાર મળી રહ્યો છે.