મોરબી :મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી મોરબી આવવા રવાના થઈ ગયા છે. આ સાથે SDRF સહિતની ટુકડીઓને મોબીલાઈઝ કરવામાં આવી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં ડૂબ્યા છે. આ દુર્ઘટના બાદ હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. દુર્ઘટનાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના કાર્યક્રમો રદ કરીને સાંજે 8:10 કલાકે અમદાવાદથી મોરબી આવવા રવાના થઈ ગયા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ સતત આ દુર્ઘટના અંગે વિગતો મેળવીને જરૂરી સૂચનો આપી રહ્યા છે. વધુમાં SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.