વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નવાપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા, બાબુભાઇ ઉર્ફે કાનો કરશનભાઇ ડાભી, અજયભાઇ દિનેશભાઇ ડાભી, સંજયભાઈ કરશનભાઈ ડાભી, કમલેષભાઈ ગણેશભાઈ ડાભી, વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા અને નરોતમભાઈ કેશુભાઈ વાઘેલાને રોકડા રૂપિયા 3640 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.