મોરબી : મોરબીમા આજે ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુ નિપજતા ગોઝારી દુર્ઘટનાને પગલે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ અવસરે સમગ્ર જિલ્લામા યોજવામાં આવનાર રન ફોર યુનિટીના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર અંતર્ગત યોજવામાં આવેલ રન ફોર યુનિટીના કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં રદ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.