મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબીના રાજમાતા વિજય કુંવરબાએ તાત્કાલિક અસરથી મયુર હોસ્પિટલ ખુલ્લી મૂકી હોવાનું ન્યુ પેલેસના સંચાલક મનહરસિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ મોરબીનો ઐતિહાસીક ઝૂલતો પુલ તૂટી પડતા ઘટનાની જાણ થતાં જ મોરબીના રાજમાતા વિજયકુવરબા અને કુંવરી મીરાબાપાએ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો માટે તાત્કાલિક અસરથી મયુર હોસ્પિટલમા સુવિધા શરૂ કરી હોવાનું અને બહારથી તબીબોને પણ બોલાવવામાં આવ્યા હોવાનું ન્યુ પેલસેના મેનેજર મનહરસિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત લોકોને તમામ મદદ માટે રાજવી પરિવાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જણાવ્યું હતું.