મોરબી: શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ અને મોરબીની હોસ્પિટલ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રવૃત્તિઓ, માનવ કલ્યાણ પ્રવૃત્તિઓની સેવા માટે ગૃહિણીની પણ સુવિધા રાખવામાં આવી છે. હાલ રાજકોટ અને મોરબી બંને જગ્યાએ મળીને કુલ 1100 લોકોને દરરોજ જમાડવામાં આવે છે. જરૂરિયાતમંદો માટે ગાડીની સુવિધા પણ રાખવામાં આવી છે. દર્દી અને તેમના સગા માટે ફ્રી ટિફિન સેવા પણ ચાલી રહી છે. જે કોઈ આ ભગીરથ સેવા કાર્યમાં સહકાર આપવા ઇચ્છતા હોય તેઓ રામજી મંદિર સામે, વાવડી રોડ પર, સોમૈયા સોસાયટી બ્લોક નંબર-7 ખાતે આવેલી ટ્રસ્ટની ઓફિસે પણ સંપર્ક કરી શકે છે.