6 વાગ્યાની આસપાસ પુલ તૂટતા જ બાજુમાં રહેતા પાડોશી જીવના જોખમેં દોરડા લઈને બચાવ કાર્ય શરૂ કરી દીધું મોરબી : મોરબીના ઝૂલતાપુલ તૂટવાના ઘટનાના વધુ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેઓ પુલની બાજુમાં રહેતા હોય લગભગ 6 વાગ્યાની આસપાસ પુલ તૂટતા તેઓ દોરડા લઈને બચાવ કાર્યમાં જાતે જ જોડાય ગયા હતા અને પુલ પર લટકતા 60થી વધુ લોકોને બચાવ્યા હતા. મોરબીના ઝૂલતાપૂલની પાસે રહેતા રમેશભાઈ દાનાભાઈ જિલરીયાએ જણાવ્યું હતું કે, તેઓ બાજુમાં જ રહેતા હોવાથી પુલ તૂટતા જ તેઓ લોકોને બચાવવા દોરડા લઈને નદીમાં દોડી ગયા હતા અને પહેલા તો પુલ તૂટતા ઝૂલતાપુલ પર દોરડામાં 60થી વધુ લોકો લટકતા હતા અને નદીમાં પડી જાય એ પહેલાં જ તેઓએ નદીમાં ઉતરી એક પછી એક એમ 60 વધુ લોકોને દોરડાથી લટકતા બચાવીને બહાર કાઢી લીધા હતા.પછી 15 ડેડબોડીને બહાર કાઢી હતી અને એમાં ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. નદીની અંદર 70થી 80 લોકો ડૂબ્યા હોવાનું તેમણે અનુમાન દર્શાવ્યું છે. તેઓએ જાતે જ દોરડાના સહારે 60 લોકોને બચાવી બીજા 15 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.