હળવદ અને મોરબી ફાયર બ્રિગેડે એક કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી મોરબી : માળીયા - હળવદ હાઇવે ઉપર ખાખરેચી નજીક આવેલ પેપરમિલમાં ગતરાત્રીના આગ લાગતા હળવદ અને મોરબી ફાયરબ્રિગેડ ટીમે સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા - હળવદ હાઇવે ઉપર ખાખરેચી નજીક આવેલ લેમિટ પેપરમિલ નામની ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વધુમાં મોરબી ફાયર બ્રિગેડની એક ગાડી અને હળવદ ફાયર બ્રિગેડની એક ગાડી દ્વારા સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે, સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.