મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના સાદુળકા ગામની સીમમાં ઇકો ચાલક તેજારામ ગંગારામ બિશનોઈ, રહે. વણપરી ટોલનાકા નજીક પડધરી વાળાને 200 મિલી દારૂની ભેરલી બોટલ કિંમત રૂપિયા 80 સાથે ઝડપી લઈ રૂપિયા 1લાખની કિંમતની ઇકો કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.