હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે વાડીએ લાઈટ રીપેર કરતી વેળાએ વીજ શોક લાગતા ખેત શ્રમિક યુવાનની મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રઘુવીરસિંહ ગંભીરસિંહની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ નર્મદા જિલ્લાના બજરંગપુર ગામના વતની નરેશભાઈ રમણલાલ ભીલ નામના યુવાન વીજ ટ્રાન્સફોર્મર પાસે લાઈટ રીપેર કરતા હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.