તા.3થી 15 સુધી તબક્કાવાર કાર્યક્રમો : બૅંકોમાં નાણાકીય વ્યહારો તેમજ લોકપોલ યોજના હેઠળ તમાંમ ફરિયાદોનું નિરાકરણ કરાશે મોરબી : ભારતીય રિઝર્વ બૅંક, લોકપાલ કાર્યાલય અમદાવાદ દ્વારા વિનિમય સંસ્થાઓના સહયોગથી 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં બૅંકોમાં નાણાકીય વ્યવહારો વિશે પ્રવર્તતી મુશ્કેલીઓ તેમજ લોકપોલ યોજના હેઠળ તમામ ફરિયાદોનું નિરાકરણ, ખાતેદારોના અધિકારીઓ અને જવાબદારીઓ વિશે સમજણ આપવા એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.3થી 15 નવેમ્બર સુધી મોરબી જિલ્લામાં તબબકાવાર આ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જેમાં ખાતાઓની પાકતી મુદતની રકમ મેળવવામાં અસમર્થ હોય, ખાતેદારની જાણ વગર ખોટા વ્યવહારો થયા હોય, જાણ કર્યા વગર બેન્કોએ ચાર્જીસ કાપ્યા હોય, બેંક માં ફરિયાદ કરી હોવા છતાં તેનું નિરાકરણ ન આવ્યું હોય, એટીએમમાં પૈસા ન નિકળા હોય પણ ટ્રાન્જેકસન થયું હોય જેવા વગેરે બેંકને લગતા પ્રશ્નોના નિવારણ માટે આ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. માળીયા તાલુકા માટે તા.3ના રોજ ટીડીઓ કચેરી માળીયા ખાતે સવારે 11 વાગ્યે, હળવદ તાલુકા માટે તા.10ના રોજ સાનેશ્વર મંદિર હોલ, હળવદ ખાતે સવારે 11 વાગ્યે, મોરબી શહેર અને તાલુકા માટે તા.11ના રોજ સવારે 11 વાગ્યે લોહાણા બોર્ડીંગ, નાગરિક બૅંકની સામે મોરબી ખાતે, તા.14ના રોજ ટંકારા તાલુકા માટે ટીડીઓ કચેરી ટંકારા ખાતે સવારે 11 વાગ્યે, તા.15 નવેમ્બરના રોજ વાંકાનેર તાલુકા માટે કે.કે.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા વાંકાનેર ખાતે સવારે 11 વાગ્યે બૅંકોમાં વ્યવહારો વિશે મુંઝવતા તમામ પ્રશ્નોના નિરાંકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જેમાં બૅંક, એન.બી.એફ.સી.અથવા આર.બી.આઈમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી ? બૅંક ખાતામાં અનઅધિકૃત વ્યવહારો થાય તો શું કરવું ? બૅંક, એન.બી.એફ.સી. ફરિયાદ નોધવાની ના પાડે તો ક્યાં જવું? ભારતીય રિઝર્વ બૅંકની એકીકૃત લોકપાલ યોજના હેઠળ તમામ ફરિયાદોનો વિનામૂલ્યે નિકાલ કરી શકાય તેની માહિતી આપવામાં આવશે.