મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા મોરબીથી બદલી થયને અન્ય જિલ્લામાં ફરજ બજાવવા જનાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે.એમ. કતીરાનું મોમેન્ટો અને ફુલ્હાર્ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ડો. કતીરા છેલ્લા ઘણા વર્ષોથી મોરબી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે પોતાની ફરજ બજાવતા હતા. હાલમાં ઘણા બધા જિલ્લાના આરોગ્ય અધિકારીની બદલી થતા તેઓ ની બદલી અમરેલી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે થઈ હતી. જેથી તેમનું સન્માન કરી તેમને ભાવભરી વિદાઈ આપવામાં આવી હતી.