મોરબી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ બજરંગ ધૂન મંડળ ના અગ્રણી, રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય, કે.પી.ભાગીયા સાહેબના સંતાનો ની પ્રેરક પહેલ મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે ભાઈ બીજના પર્વ નિમિતે મોરબી લેઉઆ પટેલ સમાજ અગ્રણી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ તથા બજરંગ ધૂન મંડળ અગ્રણી તેમજ રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય કે.પી.ભાગીયા સાહેબ ના સુપુત્ર સુમિતભાઈ કે જેઓ અમેરીકા માં સ્થાયી છે, સુમિત ભાઈના બહેન રાજકોટ નિવાસી ઉર્વશીબેન કીશન કુમાર ઠુમ્મર(રાજબેંક) દ્વારા ભાઈને ભાઈબીજનુ આમંત્રણ આપવા માં આવ્યુ પરંતુ ભાઈ અમેરીકા હોય ભાઈએ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ભાઈબીજ નિમિતે મહાપ્રસાદ યોજવાનુ કહેતા બહેન દ્વારા મહાપ્રસાદ યોજી ભાઈબીજની સાર્થક ઉજવણી કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રસંગે કે.પી.ભાગીયા સાહેબ, કાંતિભાઈ ડોબરીયા, મનુભાઈ ઉજરીયા, લવજીભાઈ પટેલ સહીત ના લેઉઆ પટેલ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ એ અભિનંદન પાઠવ્યા હતા.