ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યાની રાવ મોરબી : મોરબીમાં નવા વર્ષના પ્રારંભે સામાન્ય ઝઘડામાં સરાજાહેર ફાયરિંગની ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લીધા બાદ આ મામલે એક આરોપીએ લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી તુલશીભાઇ હસમુખભાઇ શંખેશરીયા, રહે.પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદીર પાસે મોરબી વાળાએ આરોપી દેવદિપસિંહ દરબાર, વિરેન્દ્રસિંહ દરબાર રહે. બન્ને માધાપર તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.26ના રોજ રાત્રીના સમયે માધાપર શેરી નં 18માં રાજુભાઇ કોળીના મકાન પાસે તેમના મામાના દિકરા રાજુભાઇ કોળી તથા રાહુલભાઇ કોળી સાથે આરોપીઓ ઝગડો કરતા હોય જેથી ફરીયાદી તેને સમજાવતા જતા આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડ માથાના ભાગે માર મારી ઇજાઓ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.