મોરબીઃ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા મોરબીના આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં દિવેલ માટે 72 મણ ઘી અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે જુદા જુદા મંદિરોમાં 72 મણ શુદ્ધ ઘી આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોનાકાળ દરમિયાન મોરબી પંથકમાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિન નિમિતે ગાયોને શુદ્ધ ઘીમાંથી બનેલ 72 મણ સુખડી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો. જો કે 108 મણ કરતાં વધુ સુખડી ગાયોને કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ મોરબી અને આસપાસના વિસ્તારની અંદર આવેલા મંદિરોમાં દિવેલ માટે શુદ્ધ ઘી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો. જેના ભાગરૂપે 72 મણ શુદ્ધ ઘી જુદા જુદા મંદિરોમાં આપવામાં આવ્યું છે તેવું કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યું છે