મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલા પચીસ વારીયા વિસ્તારમાં પોતાના ઘર પાસે એક્ટિવા પાર્ક કરવા જતા એકટીવા મોટર સાયકલ પગમાં અડી જતા યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ પચીસ વારીયામાં રહેતા ફરિયાદી સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઈ સુમરા પોતાનું એક્ટિવા પાર્ક કરતા હતા ત્યારે એક્ટિવા ઇકબાલ ઉર્ફે ચીનીને પગમાં અડી જતા આરોપી ઇકબાલ અને આદિલ નામના શખ્સોએ સલીમભાઈને માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખ્યું હતું. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ સલીમભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.