મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા વૃદ્ધને સીએનજી રિક્ષાચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્કની બાજુમાં કપોરની વાડીમાં રહેતા કાંતિલાલ કરશનભાઈ ડાભીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.25ના રોજ સવારે પોણા દસેક વાગ્યાના સુમારે તેમના પિતા કરશનભાઇ ઉ.71 સાયકલ ચલાવીને જતા હતા ત્યારે પંચાસર રોડ ઉપર બોખાની વાડી નજીક સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - યુ - 7536ના ચાલકે હડફેટે લઈ પછાડી દેતા કરશનભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માત સર્જ્યા બાદ નાસી જનાર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.