પેહલા ગ્રુપમાં મેસેજ સેન્ડ થવાનું બંધ થયા બાદ પર્સનલમાં પણ મેસેજ સેન્ડ થવાનું બંધ થયું : અઢી કલાક પ્રોબ્લેમ રહ્યા બાદ વોટ્સઅપ શરૂ થયું મોરબી : હાલમાં વોટ્સએપ દરેકના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. અને વ્યવસાયમાં પણ આ મેસેઝિંગ એપનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યારે આજે 25 ઓકટોબરના રોજ બપોરે 12.45 વાગ્યાથી વોટ્સએપમાં અચાનક જ કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે. જેમાં મોટાભાગના યુઝર્સ તેમના વોટસએપ ગ્રુપમાં મેસેજ સેન્ડ થઈ રહ્યો નથી. આને કારણે ઘણા યુઝર્સ દ્વારા પ્રથમ નેટવર્ક પ્રોબ્લેમ સમજીને પોતાના ફોન રીસ્ટાર્ટ કરી રહ્યા છે. પરંતુ આ નેટવર્ક પ્રોબ્લેમ નથી. વોટસઅપમાં જ કોઈ ટેકનિક ફોલ્ટ સર્જાયો હોવાનું અનુમાન છે. યુઝર્સ ના જણાવ્યા મુજબ ગ્રુપમાં મેસેજ નથી જતાં પરંતુ આ ખામી બાદ થોડીવાર પર્સનલમાં મેસેજ સેન્ડ થયા હતા. અને તેમાં પણ ડબલ ક્લિક ની જગ્યા માત્ર એક જ ક્લિક જોવા મળી રહી છે. પરંતુ થોડી વાર બાદ ગૃપ અને પર્સનલ બંનેમાં મેસેજ સેન્ડ થવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે અનેક વોટસએપ યુઝર્સ પરેશાન થયા હતા. જોકે આ ટેકનિકલ ખામિ અંગે કોઈ સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ નથી. જોકે આ સમસ્યા WhatsApp નું સર્વર ડાઉન થવાના કારણે થઈ હોવાની શકયતા છે. જ્યારે અઢી કલાક સુધી આ સમસ્યા સર્જાયા બાદ ફરીથી વોટસએપ રાબેતામુજબ શરૂ થઈ ગયું હતું.