નેશનલ હાઇવે ઓથોરિટી ની ગંભીર બેદરકારીના કારણે આ ઓવરબ્રીજ પર અકસ્માતોની વણઝાર મોરબી : મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇવે અકસ્માત ઝોન ગણાય છે. અહી નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાય છે. જેમાં ખાસ કરીને ગુરુકૃપા હોટલ પાસે માળિયા ફાટક ઓવરબ્રિજ પર પડેલા જીવલેણ ગાબડાઓને કારણે વારંવાર વાહનચાલકો અકસ્માતો નો ભોગ બની રહ્યા છે. આ જગ્યા પર આજે રાત્રીના જીવલેણ ખાડા ના કારણે એક કપાસ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવર ને ગંભીર ઇજા પોહચી હતી. માળિયા ફાટક ઓવરબ્રિજ પર પડી ગયેલા. જીવલેણ ખાડાના કારણે થતા અકસ્માતો અંગે મનોજ ટ્રાન્સપોર્ટ વાળા દિલીપસિંહ એ મોરબી અપડેટ ને જણાવ્યું હતું કે આ ઓવરબ્રિજ પર અનેક જીવલેણ ગાબડા પડી ગયા છે. જેના કારણે ટૂંક જ સમયમાં અહીં 7 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ને વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અને નેશનલ હાઇવે ઓથરિટી ની બેદરકારીના કારણે લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.