મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક ટ્રેઇલર ટ્રકના જોટાનું ટાયર ફાટી રસ્તા ઉપર ગબડીને આવતા પાછળ બાઈક લઈને આવી રહેલા યુવાન સાથે અથડાતા બાઇકમાં બેઠેલા બન્નેને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક જીજે - 12 - એઝેડ - 6161 નમ્બરના ટ્રક ટ્રેઇલર ચાલકના ટ્રકનો જોટો અચાનક ફાટતા ટ્રકનું ટાયર છૂટું પડી રસ્તા ઉપર ગયું હતું ત્યારે પાછળ બાઇકમાં આવી રહેલા અશોકભાઈના બાઈક સાથે અથડાતા અશોકભાઈ અને તેમની પાછળ બાઇકમાં બેઠેલા દેવાભાઈ નીચે પડી ગયા હતા. જેમાં અશોકભાઈને પગમાં ફ્રેક્ચર અને દેવભાઈને સામાન્ય છોલ છાલ જેવી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક નાસી જતા અશોકભાઈ બહાદુરભાઈ સારલા રે.નવા મકનસર થોરીવાસ નામના યુવાને ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.