દિવાળીના ટાંકાણે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રેન્જ આઈજી અને જેસીપી સહિત રાજયના 17 આઈપીએસની બદલી મોરબી : દિવાળીના સમયે રાજ્યના આઈપીએસ અધિકારીઓના માળખામાં ધરખમ ફેરફાર કરીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રેન્જ આઈજી અને જેસીપી સહિત રાજયના ૧૭ આઈપીએસની બદલી કરવામાં આવી છે અને રાજકોટ રેન્જ ના નવા આઈજી તરીકે અશોકકુમાર યાદવ અને જેસીપી તરીકે સૌરભ તોલંબીયાની નિમણૂક કરવામાં આવી છે. દિવાળીના ટાંકાણે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રેન્જ આઈજી અને જેસીપી સહિત રાજયના 17 આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં રાજકોટ રેન્જના આઈજી સંદિપસિંઘને વડોદરા રેન્જના આઈજીપી તરીકે અને રાજકોટના સ્પેશ્યલ કમિશ્નર પોલીસ ખુરશીદ અહેમદને એડીશ્નલ ડીજીપી પ્લાનીંગ અને મોડર્નાઇઝેશન તરીકે ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. રાજકોટના ટ્રાફીક અને ક્રાઈમ એડીશ્નલ સીપી તરીકે ગાંધીનગર ખાતેના ડીઆઈજી સીઆઈડી ક્રાઈમના સૌરભ તોલંબીયાને મૂકવામાં આવ્યા. અને રાજકોટ રેન્જ આઈજી તરીકે અશોકકુમાર યાદવની નિમણૂક કરવામાં આવી છે.